બેઠક:આદિવાસી વિસ્તારમાં પાયાની સુવિધા આપવા BJPનું ચિંતન

રાજપીપળા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેવડિયામાં ભાજપના ST મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં બેઠક મળી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો પ્રારંભ થઇ ગયો છે.રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ આ કારોબારી માં મુખ્ય અધ્યક્ષ તરીકે આવવાના છે. આ બેઠક માં દેશના વિવિધ આદિવાસી ક્ષેત્રોમાં હોદેદારોએ કેવા કર્યો કર્યા આદિવાસી વિસ્તરોમાં કેવી મુશ્કેલીઓ છે, સાથે ગામોમાં રોજગાર અને પાયાની શિક્ષણ અને આરોગ્ય પાણી રોડ રસ્તાની સુવિધા ઉભી કરી તેમને શહેરો તરફના પ્રયાણ ને રોકવા સહીત આગામીવિધાન સભાના ભાજપ આદિવાસી બેઠકો પર કબ્જો કેવીરીતે કરી શકે આ તમામ બાબતો પાર ચર્ચા આ બે દિવસીય બેઠકમાં થશે. જેમાં કોલોની ખાતે ભાજપના ST મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ, પ્રદેશ અધ્યક્ષ ST મોર્ચો હર્ષદ વસાવા,આ રાષ્ટ્રીય કારોબારીના પ્રભારી અને રાષ્ટ્રીય સોસિયલમીડિયા પ્રમુખ ધવલ પટેલ સહીત મોટી સાંખ્યમાં હોદેદારો અને આગેવાનો તમામ રાજ્યના ST મોર્ચાના પ્રમુખ, મહામંત્રી સહીત હોદેદારો આ રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી અપાશે.

આ બાબતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય એ છે.આ બેઠકમાં દેશની અને ભાજપ શાસિત રાજ્યની સરકાર અને ભાજપ સંગઠન દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અને આદિવાસી સમાજને અન્ય સમાજની હરોળમાં લાવવા ક્યાં ક્યા કાર્યો કર્યા, અને સમાજને આગળ લાવવા શું કરવું જોઈએ, સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય, અન્ય સમાજથી પાછળ ન રહે એનું આયોજન નક્કી થશે.

ભાજપ ST મોરચા સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય પ્રમુખ ધવલ પટેલે જણાવ્યું હતું કે આ બેઠકમાં સંગઠને આદિજાતિ સમાજ માટે શું કર્યું એનો રિવ્યૂ લેવાશે અને આગામી એક વર્ષમાં શું કરવાનુ છે એનો ટાર્ગેટ આપવામા આવશે. છેલ્લા 6 મહિનાથી અમે સંસદીય સંકુલ પરિયોજના નામનો એક નવો પ્રયોગ ચાલુ કર્યો છે.રાજ્યના જે 48 સાંસદો છે એમને એ યોજના મુજબ 10 ગામોનો ટાર્ગેટ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...