નર્મદાની બંને બેઠકો પર ખરાખરીનો ખેલ:નાંદોદ બેઠક પર ભાજપના હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, ડેડીયાપાડામાં ચતુષ્કોણીય જંગ જામશે

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટ પર આ વખતે કાંટાની ટક્કર જામી છે. આ વખતે પરિણામ કોના પક્ષે આવશે એ કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને પ્રથમ નંબરે ભાજપના ડો.દર્શનાબેન દેશમુખ બીજા નંબરે કોંગ્રેસ ઉમેદવાર હરેશ વસાવા અને ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવા, ચોથા નંબરે બિટીપી ના મહેશ શરદ વસાવા, અને પાંચમા નંબરે ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ફોર્મ ભર્યું છે. એટલે આ વખતે અપક્ષના ઉમેદવાર જે છે એ કાંટાની ટક્કર આપશે. જોકે નાંદોદ વિધાન સભામાં હાલ કોનું પલડું ભારે એ કહી શકાય નહીં.

ડેડીયાપાડામાં ચતુષ્કોણીય જંગ
એવી જ રીતે ડેડીયાપાડા બેઠક પર પ્રથમ નંબરે કોંગ્રેસના જેરમાબેન વસાવા, બીજા નંબરે ભાજપના હિતેશ વસાવા ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ચોથા નંબરે બિટીપીના બહાદુર વસાવા આમ ડેડીયાપાડામાં 4 ઉમેદવારો અને નાંદોદમાં 5 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તમામ પક્ષો એડી ચોટીનું જોર જીત માટે લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...