એકતાનગર (કેવડિયા) સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ દ્વારા આ બેઠક નું દીપપ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભાજપના એસ.ટી મોર્ચાની બે દિવસીય બેઠકમાં રાષ્ટ્રીય એસટી મોર્ચા ના અધ્યક્ષ સમીર ઉરાવ, રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,ટાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા, જિલ્લા પ્રભારી સતીશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનસ્યામ પટેલ સાથે દેશ ના અલગ અલગ રાજ્ય ના ST મોરચાના અધ્યક્ષ આ બેઠક માં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણી માં st મોરચા દ્વારા કેવા કાર્ય કરવામાં આવશે જેની આ બેઠક માં ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા આવવાની શક્યતાઓ છે.
કેવડિયા ખાતે યોજાયેલ ભાજપ ની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં હાજર રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં આવનારા દિવસોમાં આદિવાસી સમાજની સુખાકારીમાં વધારો કરવા ચિંતન થયું. જયારે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજનાં અને કોંગ્રેસ સમયનાં ભારતમાં બહુ ફરક છે, આપણે કોરોનામાં બીજા દેશ પર નિર્ભર નથી રહેવું પડ્યું, 9 મહિનામાં રસી વિકસાવી કરોડો લોકોને આપવામાં આવી, આજે આપણે માસ્ક વગર બેઠા છે તે જ નવા ભારતની ઓળખ છે. આદિવાસી સમાજ માટે સરકારે ખૂબ સારો વિકાસ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.