રાજપીપળામાં ભગવંત માને રોડ શો યોજી કહ્યું:ભાજપે આટલા વર્ષો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી; મોંઘવારી અને બેરોજગારી ઉભી કરી ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે

નર્મદા (રાજપીપળા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં તેમણે કોંગ્રેસ અને ભાજપ પર આકરાં આક્ષેપો કરતાં કહ્યું હતું કે, ભાજપે આટલા વર્ષો ગુજરાતની જનતાને મૂર્ખ જ બનાવી છે, કોઈ કામગીરી કરી નહીં અને મોંઘવારી, બેરોજગારી ઉભી કરી ભ્રષ્ટાચાર કર્યો છે. જેમાં યોજાયેલા રોડ શોમાં ભગવંત માને 2022માં એક મોકો આપને આપવા આગના કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચુટંણીનું પ્રથમ ચારણનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું છે. જેને હવે માંડ 6 દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવાના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આવી રાજપીપળા શહેર ખાતે રોડ શો કર્યો હતો.

રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિરથી સીધા સંતોષ ચાર રસ્તા પાસેથી તેમનો રોડ શો શરુ થયો અને સફેદ ટાવર ખાતે પહોંચી જાહેર જનતાને સંબોધીને ભાજપ, કોંગ્રેસ પર આકરા કટાક્ષ કરી વચન આપ્યું હતું કે, મફત વીજળી, પાણી, આરોગ્ય સુવિધા સાથે અમારી સરકાર બનવાથી કોઈ પેપર લીક નહીં થાય અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી કર્મચારીઓને રેગ્યુલર કરીશું. આવા અનેક કામો ગુજરાતમાં કરવા છે જે ગુજરાતની જનતાને છેલ્લા 32 વર્ષથી મળી રહ્યા નથી. ત્યારે એકવાર કેજરીવાલને 5 વર્ષ આપો અને અમે ગુજરાતનો સાચો વિકાસ દેખાડીશું. બાકી યોગ્ય ના લાગે તો, ઉખાડી ફેંકજો એવો ટંકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...