શીતળા સાતમનો ભાતીગળ મેળો:રાજપિપળામાં ત્રણ વર્ષ બાદ પરંપરાગત રીતે ભરાતો મેળો યોજાયો, માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

નર્મદા (રાજપીપળા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષથી આ ભાતીગળ મેળો કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવતો

રાજપીપળા રાજવંત પેલેસના મુખ્ય ગેટની સામે જ રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા શીતળા માતાજીનું મંદિર બનાવી સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી આ મંદિરે દર શીતળા સાતમે ભવ્ય મેળો ભરાતો આવ્યો છે. માતાની આસ્થા અને શ્રદ્ધા ભક્તોમાં વધુ હોઈ એક લાખથી વધુ ભક્તો આ શીતળા સાતમે મેળામાં આવતા જોવા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષ વર્ષથી કોરોના કાળમાં તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યું હતો. કેમ કે ભક્તોનું ઘોડાપુર ઉમટે અને જિલ્લામાં કોરોના વકરે જોકે હવે કોરોના શાંત પડ્યો છે, ત્યારે આ મેળાની છૂટછાટ મળતા ભક્તોમાં આનંદ છવાયો છે. ભક્તો મોટી સંખ્યામાં દૂર-દૂરથી માતાજીના દર્શન માટે આવ્યા અને મેળાની રોનક પાછી આવી ગઈ છે. આ વર્ષે ભક્તો મુક્ત મને મેળામાં શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાત અને ભારતમાં શીતળા માતાજીના મંદિરો ઘણા ઓછા છે. રાજવી પરિવાર મહારાજા દ્વારા માતાજીનું મંદિર 400 વર્ષ પહેલા બનાવાયું હતું. રાજપીપળા નગરના લોકોમાં માન્યતા રહેલી છે કે શીતળા માતાજી આગળ માનેલી માનતા ચોક્કસ ફળ આપે છે એટલે ભક્તોનો અતૂટ વિશ્વાસ માતાજી પર હોઈ અહીંયા મોટી સંખ્યામાં રવિવારે અને મંગળ વારે ટાઢું ખાવાની બધા રાખી ભક્તો મંદિરના પટાંગણ ભોજન કરી મન વાંછુક ફળ મેળવે છે. જેથી રાજપીપલાની શીતળા માતાજીનું ખુબ માહાત્મ્ય રહેલું છે.

અન્ય સમાચારો પણ છે...