શાળાઓ બિસ્માર:ભરૂચ અને નર્મદા જિલ્લામાં આશ્રમ શાળાઓ બિસ્માર, રિપેરિંગની જરૂર

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવાએ આશ્રમ શાળાઓના સંચાલકો સાથે બેઠક યોજી

ભરૂચ નર્મદા જિલ્લાઓમાં આવેલી 100 થી વધુ આશ્રમશાળાની કેટલી સમશ્યાઓને લઈને સાંસદ મનસુખ વસાવાની અઘ્યક્ષતામાં રાજપીપલા ની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે સંચાલકો ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્રમ શાળાઓમાં છેલ્લા 8 મહિનાઓ થી ગ્રાંટો નો અભાવ, શિક્ષકો ની ભરતી અને આશ્રમ શાળાઓ ની બીડલિંગો નું નીવીની કારણ ને લઈને થઇ ચર્ચા કરવામાં આવી જેમાં સાંસદ મનસુખ વસાવા સાથે, માંગરોલ ના મહેશભાઈ પટેલ, ઇનરેકા સંસ્થા ના વિનોદ કૌશિક, જયંતીભાઈ વસાવા, રાજસિંહ મહિડા, દિનેશભાઇ પટેલ,આશ્રમ શાળા અધિકારી એસ.એમ ગરાસીયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં બંને જિલ્લાના સંચાલકો એક સંગઠન બનાવી ને જરૂરી માંગોને સરકારને રજુઆત કરીએ અને આશ્રમશાળાઓના શિક્ષણને સુધારી ઉંચુ લાવીએ જે બાબત ની કેટલીકે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ભરૂચ અને નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. અને આ જિલ્લાઓમાં આવેલી આશ્રમ શાળાઓમાં 100 ટકા આદિવાસી બાળકો જ આભ્યાસ કરે છે. ત્યારે દેશના ભાવિનું ઘડતર આ સ્કૂલોમાં થાય તો તેમને પૌષ્ટિક આહાર સાથે શિક્ષણ પણ સારું આપવા સાથે ગ્રાંટો જે 8 મહિનાઓ થી નથી મળતી, શિક્ષકોની ઘટ પૂરવી, જે જર્જરિત મકાનો છે તે સુધારવા નવા બનાવવા સહિતની અનેક માંગો છે તે એક સંગઠન બનાવી રાજ્ય સરકારમાં રજૂઆત કરવાં ની વાત નક્કી કરવામાં આવી હતી. જેમાં ગંભીર મુદ્દો હતો આશ્રમશાળાઓ માં કેટલાક વિરોધી તત્વો દ્વારા ખોટી RTI કરવામાં આવે છ જેને કારણે ગ્રાંટો અટવાય છે જેથી આવી અરજીઓના નિકાલની પણ વાત કરવામાં આવી હતી.

આ બાબતે સાંસાદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે આશ્રમશાળાઓ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાની કોશિશ કરે, સાંસ્થા ચલાવવા માટે કોલીફાઇડ માણસો લાવો એમ કહી સંચાલકો ને પણ સમજાવી સ્કૂલો પર ધ્યાન રાખવાની વાત કરી હતી અને ખોટી RTI કરનારા સામે પગલાં ભરવા માટે જરૂરી રણનીતિ બનાવવા ની જરૂર ની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...