હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી:નર્મદા જિલ્લાના આશાવર્કર બહેનોએ કલેકટરને આવેદનપત્ર આપી પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરી

નર્મદા (રાજપીપળા)23 દિવસ પહેલા

આશા બહેનોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કસ બહેનો વર્ષોથી જવાબદારી પુર્વક સેવા બજાવે છે. બાળમુત્યુ, માતામૃત્યુદર, પોલીયો, ટી.બી, સ્વાઇન ફલુ, મેલેરીયા તેમજ કોરોના જેવી મહામારીમાં પણ આ બીમારીઓમાં સરકારની સાથે આ સમસ્યાઓ પોતાના જીવના જોખમે અંકુશમાં લેવામાં સફળતા મેળવી છે. કિશોર, કિશોરીઓ વિગેરેને લગતા સ્વાસ્થયને લઇને સર્વે કરવામાં આવે તે સરકારની ગાઇડલાઇન મુજબ કરી આપે છે. આ તમામ રોગોને અંકુશમાં લેવા આશા વર્કસ બહેનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને ચેપી, બિનચેપી રોગોના દર્દીઓ સુધી પોતાના જીવના જોખમે જઇને સર્વ કરી આપે છે. આ કાર્ય કરવાના બદલામાં તેમને ઇન્સેન્ટીવરૂપી કાર્યના નાણાં ચુકવવામાં આવે છે.

આશા બહેનો 10થી 15 વર્ષથી કાર્ય કરતા હોવા છતા કોઇ ભવિષ્ય જણાતું નથી. આ અંગે અવાર નવાર ઉપરી અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે, પંરતુ આજદીન સુધી આશા વર્કસ બહેનોને કોઇ ન્યાય મળેલ નથી. આથી સરકારને અનુરોધ છે કે આશા વર્કર્સ બહેનો જે કાર્ય કરે છે તેને ધ્યાનમાં લઇ સરકારી કર્મચારી ઘોષિત કરવા તેમજ માસીક એકવીસ હજાર લઘુતમ વેતન કરી આપવા તેમજ અન્ય પ્રશ્નો અંગે આશા વર્કર્સ બહેનોની કામગીરી ધ્યાને લઇ યોગ્ય નિર્ણય કરી આપવો. આશા બહેનોની પડતર માંગણીઓ જયાં સુધી ગુજરાત સરકાર મંજુર નહી કરે ત્યાં સુધી નર્મદા જીલ્લાની તમામ આશા બહેનો અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ આવેદનમાં આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...