નર્મદાભિષેક:શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા જ શિવભક્તોની કાવળ યાત્રા, ગરુડેશ્વર ઘાટથી હફેશ્વર જવા રવાના

નર્મદા (રાજપીપળા)15 દિવસ પહેલા
  • નર્મદા જળ ભરી કાવડ યાત્રિકો હફેશ્વર મહાદેવને નર્મદાભિષેક કરશે

શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિવભક્તો શિવ મંદિરોમાં પૂજા-અર્ચના કરવા જાય છે. ત્યારે કેટલાક શિવ ભક્તો શ્રાવણ માસ દરમ્યાન શિવજીને પવિત્ર જળથી અભિષેક કરે છે. શિવ પુત્રી ગણાતી નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી ગરુડેશ્વરના કેટલાક શિવભક્તો કાવળ યાત્રા લઈ હફેશ્વર જાવા તૈયાર થયા હતા. નર્મદા ઘાટ ગરૂડેશ્વરથી નર્મદા જળભર્યા હતા. જેમની સાથે ગરૂડેશ્વરના શિવ ભક્ત વ્રજેશ શેઠ સહિત ભક્તો જોડાયા હતા. આ કાવડ યાત્રિકો નર્મદા જળ ભરી હફેશ્વર મહાદેવના મંદિરે જશે. જ્યાં શિવજીને નર્મદાભિષેક કરી પૂજા કરશે.

આ બાબતે ગરુડેશ્વરના વ્રજેશ શેઠે જણાવ્યું હતું કે, ગરૂડેશ્વર થી હાફેશ્વર કાવડ યાત્રા આજે રોજ નીકળી શ્રાવણના પેહલા સોમવારે હાફેશ્વર મહાદેવને જળ અભીષેક કરશે. હર-હર મહાદેવના નાદ સાથે આ ગરુદેશવરના શિવ ભક્તો કાવડ લઈને પગપાળા હફેશ્વર મહાદેવના મંદિરે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...