સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો:દેવલ્યા ચોકડી ખાતે જુગાર રમતા 20 જેટલા આરોપીઓ ઝડપાયા; તમામ મુદ્દામાલ ઝડપા કાર્યવાહી હાથધરી

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ખાનગી રાહે કે પોલીસની રહેમ રાહે દારૂ જુગારનાં ધંધા ધમધમે છે એ વાત ચોક્કસ છે. ત્યારે તિલકવાડા પોલીસ જાણે ઊંઘતી રહી હોય એમ આજ રોજ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે દેવલીયા ચોકડી નજીક ચાલતા જુગારધામ પર છાપો મારતા 20 જેટલાં જુગારી ઝડપાયા હતા.

મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મીઓ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે રેડ માટે નીકળ્યા હતા. દરમિયાન દેવલિયા ચોકડી ખાતે નસવાડી રોડ પર ભારત પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા ખેતરમાં જુગાર અંગે રેડ કરતાં આ કામને અંજામ આપનાર આરોપી અસર્ફખા મનવરખા ઘોરી પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકાના આંક ફરકના આંકડા લખી લખાવતા ઝડપાઇ આવ્યો હતો. અન્ય કેટલાક આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકાના આંકડા લખાવવા માટે આવતા ઝડપાઇ આવ્યા હતા.

પોલીસે આરોપીઓની ઝડપી લેતા મળેલા રોકડા રૂપિયા 42 હજાર 920 તથા મોબાઈલ નંગ 11 કિંમત રૂપિયા 41 હજાર 500 તથા વાહન નંગ 05 કિંમત 1 લાખ 20 હજાર તથા આંકડા લખવાની બુક બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ 2 લાખ 4 હજાર 820ના મુદ્દામાલ સાથે આરોપી અશરખા મનવરખા ઘોરી, શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ, ચંદુભાઈ છગનભાઈ ભીલ, વિષ્ણુભાઈ બાબુભાઈ તડવી, ભીખાભાઈ સોમાભાઈ ભીલ, વિક્રમભાઈ મેલજીભાઈ તડવી, વિષ્ણુભાઈ ચંપકભાઈ ભીલ, મુકેશભાઈ ભીખાભાઈ ભીલ, સુમનભાઈ કાંતિભાઈ તડવી, નરેશભાઈ કાનજીભાઈ તડવી આમ 20 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોતાના આર્થિક ફાયદા માટે ધંધો ચલાવનાર અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...