આવેદન:સાંસદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર યુવકની ધપરકડ

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનસુખ વસાવાની પુત્રી દ્વારા આવેદન - Divya Bhaskar
મનસુખ વસાવાની પુત્રી દ્વારા આવેદન
  • અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસમાં ગુનો નોંધાયો હતો
  • મનસુખ વસાવાની પુત્રીએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

ગુજરાત સ્થાપના દિવસ 1 મે 2022 ના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદેરીયા મુકામે બિટીપી અને આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.તો એ જ દિવસે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ બીટીપી અને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

એ પ્રતિક્રિયાનો વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં મનસુખ વસાવા વિરૂદ્ધ ભરત વસાવા નામના વ્યકિતએ પોતાના ફેસબુક પરથી અભદ્ર ટિપ્પણી કરતા એની વિરૂદ્ધ રાજપીપલાના ભાજપ કાર્યકર શંકર ભરતભાઈ તડવીએ રાજપીપલા પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપલા પોલીસે એ ફરીયાદને આધારે ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાનાં કોઢ ગામના ભરત ગોવિંદભાઈ વસાવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ રાજપીપલા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, રાજપીપલા પાલિકા પ્રમુખ કુલદિપસિહ ગોહિલ, સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ મનસુખભાઇ વસાવા વિરૂદ્ધ અવાર નવાર અભદ્ર ટીપ્પણીઓ કરનાર વિરોધમાં આવેદનપત્ર આપી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...