ભાસ્કર વિશેષ:કેવડીયામાં આર્ચરી સ્ટેડિયમ બની શકે છે - દાસ

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધામાં આવેલાં ઓલિમ્પક વિજેતા ખેલાડીનો મત

કેવડિયા ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની અંદર દેશના કેન્દ્ર અને રાજ્ય કુલ મળી 45 રાજ્યોના લગભગ 320 જેટલા મહિલા પુરુષ તીરંદાજો એ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન અને ગુજરાત આર્ચરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે.

જોઈન્ટ સેક્રેટરી રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન દિનેશ ભીલે જણાવ્યું હતું કે દેશભરમાંથી 45 સ્ટેટ આર્ચરોએ તથા 320 આર્ચર્સે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં વિશ્વની નંબર-1 તીરંદાજ દીપિકા કુમારી, ઓલંપિયર્સ અતાનુ દાસ સહીત 20 જેટલા ઇન્ટરનેશનલ ખેલાડીઓનો પણ સમાવેશ થવા જાય છે.

આ સ્પર્ધાના આયોજનનો હેઠળ તીરંદાજી સ્પર્ધાનો વ્યાપ વધારવાનો છે. રાષ્ટ્રીય તીરંદાજ વેસ્ટ બેંગોલના અતાનું દાસે જણાવ્યું હતું કે ગુજરાત કેવડિયા એકતા નગર પહેલી વાર આવ્યો રાજ્ય સરકાર અને સ્થાનિક આયોજકો દ્વારા મેદાન થી લઈને ખેલાડીઓને રહેવા જમવાની અને અન્ય સગવડો સારી છે અને સુંદર આયોજન મેદાન પણ ખુબ સારું છે. આર્ચરી માટે એકતાનગરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બની શકે તેવો પણ તેણે મત વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...