એડમિશન માટે ફોર્મ ભરવાનું શરૂ:નર્મદા જિલ્લામાં જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવવા માટે 31/1/2023 સુધી અરજી કરી શકાશે

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિધાલય નર્મદા જિલ્લામાં ધોરણ-6 (છ) શૈક્ષણિક વર્ષ 2023- 24 માં પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે www.navodaya.gov.in અને https://cbseitmsrcil.gov.in/nvs પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ભરવાની અંતિમ તા. 31/1/2023 છે.

કોઈપણ સરકારી અથવા સરકાર દ્વારા માન્ય શાળામાં ચાલું શૈક્ષણિક વર્ષ દરમિયાન ધો.5 માં અભ્યાસ કરતો તેમજ જિલ્લામાં જ રહેઠાંણ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી શકશે.

ઓનલાઈન અરજીપત્ર નિશુલ્ક છે. તેમજ અરજીની હાર્ડ કોપી જમા કરવાની જરૂર નથી. અન્ય માહિતી માટે www.nivodaya.gov.in અને www.navodaya.gov.In/nvs/vs-school/Narmada/en/home વેબસાઇટની મુલાકાત લઈ શકો. તેમજ જવાહર નવોદય વિદ્યાલય, એકતાનગર (કેવડીયા કોલોની) જાણકારી મેળવી શકો છો એમ નર્મદા જિલ્લાના આચાર્ય દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...