દારુબંદી બાબતે માર્ગદર્શન:સાગબારા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સપેકશન કરાયું

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેક પોસ્ટ પર તકેદારી રાખવા એસપીનું સૂચન

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રાંત સુંબે ઘ્વારા સાગબારા પોલિસ સ્ટેશનસની વાર્ષિક તપાસણી કરવામા આવી,વાર્ષિક તપાસણી દરમ્યાન પોલીસની પરેડ નિરીક્ષણ કરી ત્યાર બાદ સાગબારા તાલુકા પંચાયત હોલ ખાતે સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોનો લોકદરબાર લઇ e-FIR, સાયબર ક્રાઇમ એવરનેશ ટ્રાફીક એવરનેશ, મહિલા સુરક્ષા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જે સમયે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ડીવાયએસપી એસ.જે.મોદી પણ સાથે હાજર રહ્યા હતા.

સાગબારા પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી દરમ્યાન નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સાહેબ નાઓ ધ્વારા પોલીસની પરેડ નિરીક્ષણ બાદ સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોની મીટીંગ લેવામા આવેલ જેમા સાગબારા તાલુકાના સામાજીક આગેવાનો ને e-FIR, સાયબર ક્રાઇમ એવરનેશ, ટ્રાફીક એવરનેશ તથા મહીલા સુરક્ષા વિગેરે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા સામાજીક આગેવાનોની દારુબંદી બાબતે માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...