સરકારી કચેરીઓના લાખો કરોડોના બીલો બાકી હોય તોય ડીજીવીસીએલ ઉઘરાણી કરવા તૈયાર નથી જયારે ખેડૂતોનું કે ગ્રાહકોનૂબીલ બે ત્રણ મહિના ના ભરાયું હોય તોય કનેક્શન કાપવા નીકળી પડતા હોય જેમાં ગ્રાહકોમાં રોષ ફેલાયો છે તેજેતરમાં કોરોના કાળ માં વીજબીલ ના ભરી શકનાર ખેડૂતોને રાહત આપવાની જગ્યાએ તેમને પૂરેપૂરું બિલ ભર્યું છતાં ડીજીવીસીએલ કંપનીએ કાયમી ધોરણે તેમના કનેક્શન રદ કરી દેતા ખડૂતોએ આ કનેક્શન ચાલુ કરવા માંગ કરી છે અને ડીજીવીસીએલના અધિકારી થી માંડીને સાંસદ મનસુખ વસવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ ઉર્જામંત્રી ગુજરાત અને કલેક્ટર નર્મદા ને લેખિત અરજુઆત કરવામાં આવી છે. વીજ કનેક્શન કાપી નાખતા ઉભો પાક સુકાઈ રહ્યો છે.
રાજપીપલા ખેડૂત હિમાંશુ રાવલે જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાના માંગરોળ તારસાલ, શહેરાવ, સોઢાલિયાં સહીત થી 8 ગામોના 17 જેટલા ખેડૂતોના ખેતી વિષયક વીજ કનેક્શન કોઇ જાણ કે નોટિસ બજાવ્યા વગર ડી.જી.વી.સી.એલ, વિભાગે ઓટોમેટિક રદ કરી દીધેલ છે.
જે યોગ્ય નથી. રદ થયેલા આ કનેકશનમાં ડી.જી.વી.સી.એલ.એ જે જોગવાઇ કરી છે તે યોગ્ય નથી જેથી વીજ વિભાગ જે પ્રમાણે રેગ્યુલર રદ કરી અને નોમીનલ ચાર્જમાં જે 200 રૂપિયા ભરી કનેકશન ચાલુ કરી આપે છે તે પ્રમાણે આ 17 કનેક્શનો જે રદ થયા છે તે ચાલુ કરી આપવા અમે નમ્ર અરજ છે.વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે એકબાજુ ત્રણ વર્ષથી કોરોના કાળમાં ખેતીમાં કોઇ સારી આવક થતી નથી અને પેટ ઉપર આપ નવું પાટુ મારો તે કોઇ અંશે વ્યાજબી નથી. આ ખેડૂતને હેરાન કરવા ની નીતિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.