• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Anger Among Locals Over Removal Of Dumping Site By Rajpipla Municipality; Garbage Makes People Stifle, Intolerable Stench: Locals

ચૂંટણી બહિષ્કારની ચીમકી:રાજપીપળા નગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઇટ ન હટાવવાને લઈને સ્થાનિકોમાં રોષ; કચરાથી લોકો ત્રાહિમામ, અસહ્ય દુર્ગંધ મારે છે: સ્થાનિકો

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના વડુમથક ગણાતા રાજપીપળામાં હરસિધ્ધિ માતા મંદિર નજીક આવેલા રોહિતવાસ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા છે. ખાસ કરીને સ્થાનિક લોકો દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેમની મુળ સમસ્યા નગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે. જે ગંદકી અને દુર્ગંધથી તેઓ પરેશાન થયા છે.

રોહિતવાસની નજીક રાજપીપળા નગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે. જે ગંદકી અને દુર્ગંધથી ત્યાંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ઉપરાંત વીસ મુદ્દા કાર્યક્રમ હેઠળ રોહિત વાસ વિસ્તારમાં પ્લોટ પાડવામાં આવ્યા હતા. જે હજુ પાલિકા દ્વારા વહેચણી થઈ નથી, ઘણી રજૂઆતો છતાં તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા તેઓએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

રોહિત વાસના લોકોની વર્ષો જુની માંગણી છે કે, આખા ગામનો કચરો અહીં નાખી સળગાવવામાં આવે છે. જે કાર્બન હવા પ્રદુષિત કરી અમારા આરોગ્યની સામે ખતરો ઉભો થયો છે. આ સાથે 20 મુદ્દા અમલીકરણ યોજના અંતર્ગત અમને જે પ્લોટ આપવામાં આવ્યા છે. જે અમારા નામે કરી આપવો જોઈએ. સહિતની માગ સ્થાનિક લોકોએ કરી અને જો ચૂંટણી પહેલા અમારી માગો સ્વીકારવામાં નહીં આવે તો, ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...