નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડામાં આવેલી મોટા ભાગની આંગણવાડીઓ જર્જરિત અને જોખમી બની છે. જ્યાં ભારતનું ભવિષ્ય અભ્યાસ કરે છે તેવી આંગણવાડી કેન્દ્રનો જર્જરિત અને અન્ય ભાડાના મકાનો પર ચાલે છે. નર્મદા જિલ્લામાં કુલ 146 જેટલી બાળ આંગણવાડી કેન્દ્રોને જર્જરિત ગણાવાઈ છે. ત્યારે મોટા ભાગની આંગણવાડીમા આવતા બાળકોને ક્યાં તો ખુલ્લામા ક્યાં તો ભાડાના મકાનોમા મજબૂરી વશ બેસાડવામાં આવે છે.
એમાં પણ ભાડાના મકાનોના ભાડુઆતોને મહિનાઓથી ભાડું સુદ્ધાં ચૂકવાયું નથી. ત્યારે ભાડે મકાન આપનાર કેટલાક મકાન માલિકો રહેમ રાહે આંગણવાડી કેન્દ્રો ચલાવવા દઈ રહ્યા છે. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને નર્મદા જિલ્લાની પરિસ્થિતિ પુછાતા સરકારે પણ નર્મદા જિલ્લામાં 952 આંગણવાડી માં 146 જર્જરિત છે.
જે સ્વીકાર્યું છે અને જણાવ્યું હતું કે 13 આંગણવાડી વર્કરના ઘરમાં ચાલે છે, 19 શાળામાં ચાલે છે, 4 કેન્દ્ર પંચાયતના મકાનમાં ચાલે છે, 17 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે, 5 કેન્દ્ર અન્ય સરકારી મકાનમાં ચાલેછે, અને 88 દાતાના મકાનમાં ચાલે છે. તો સરકારી બાબુઓ આ જાણવા છતાં ગ્રાન્ટોના અભાવે કામગીરી ખેંચે છે. પણ બાળકોની પરિસ્થિતિ જોવામાં આવતી નથી.
ભૂલકાઓ અને સ્ટાફના માથે જીવનું જોખમ
નાંદોદ તાલુકાના સીસોદ્રા ગામે 3, લાછરસ ગામે 1, વડિયા ગામે 1, રાજપીપળા દક્ષિણ ફળિયામાં 1, ચુનારવાડામા 1, ધમણાચા ગામે 2 અને બીજી કેટલીય આંગણવાડીઓના મકાનો અત્યંત જર્જરિત હાલતમા છે.આ મકાનો જોખમી હોવા છતાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પરાણે બેસાડવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.