કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી છે. કેન્દ્રની ટીમે જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા નાળા અને રસ્તાની માહિતી મેળવી હતી. આ તબક્કે જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે રહ્યું હતું. આ ટીમ નુકસાનીનો અહેવાલ મેળવી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે.
જિલ્લામાં વધુ વરસાદને લીધે ખેતીને પણ ભારે નુકસાની
આ વર્ષે નર્મદા સહીત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો પ્રથમ વરસાદમાં જ 100 ટકા વરસાદ પડી ગયો છે. જેને લઈએં જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારે નુકસાન થયું. જિલ્લામાં રસ્તા ધોવાઈ ગયા અને ખેતીને પણ નુકસાન થયું છે. જે બાબતે નુકસાનીનો અહેવાલ મેળવવા ડેડીયાપાડાની મુલાકાત આ કેન્દ્રની ટીમે કરી હતી. અને હવે રાજપીપલા જીલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી માહિતી મેળવશે.
રિપોર્ટ કેન્દ્ર સરકાર અને PMOમાં જમા કરાશે
આ ટીમને જિલ્લામાં થયેલ નુકસાન અને પરિસ્થીતી બતાવવા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સાથે કાર્યપાલક ઈજનેર હેમંત વસાવા, સહીત માર્ગ મકાન અને ખેતીવાડી ના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ડેડીયાપાડા ખાતે આ ટીમે મોટા સૂકા આંબા ખાતે તળાવ ફાટવાથી થયેલ નુકસાની જે-તે સ્થળની મુલાકાત કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતમાં તમામ ગ્રામ જનોની મુલાકાત લીધી હતી. અને નુકસાનનો અંદાજ મેળવ્યો હતો. દેડિયાપાડા તાલુકાના ટીમ્બાપાડાથી નવાગામ રસ્તાની મુલાકાત લીધી હતી. જ્યાં પુલનાં એપ્રોચનું ધોવાણ થયેલ હતું તે સ્થળની મુલાકાત કરી. આમ કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટરલ ટીમ દિલ્હીથી છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની મુલાકાત કરી જિલ્લા વહીવટી તંત્ર સાથે રીવ્યુ બેઠક કરાશે. જિલ્લામાં નુકસાનીના અહેવાલ અને ધોવાઈ ગયેલા નાળા અને રસ્તાની પણ માહિતી મેળવશે આ સમગ્ર રિપોર્ટ કેન્દ્ર સરકાર અને પી.એમ.ઓ માં જમા કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.