ધરપકડ:સાબુટી ગામે 11 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા એલસીબીએ ડેડિયાપાડા રેડ કરી સુકો તથા લીલો ગાંજો જપ્ત કર્યો

પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબેનાઓએ જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે ડેડીયાપાડા ના સાબુટી,પટેલ ફળયા માં રહેતા કાનજીભાઇ ઓલિયાભાઇ વસાવા જ્યાં રહે છે.

એ ઓરડીમાંથી ગાંજો સંતાડી રાખ્યો છે. જેથી નર્મદા SOG ની ટીમ પી.આઈ કે.ડી.જાટ અ.હે.કો. આનંદકુમાર, ચંદન, સતિષભાઇ મનોજકુમાર, શૈલેન્દ્રસીંગ, અલ્પેશ, સુનિલભાઈ, વુ.અ.હે.કો.પાર્વતીબેન અને કાલિદાસભાઈ સાથે આખી ટીમે તાપસ કરતા હતાં.

ડેડીયાપાડા ના સાબૂટી ગમેથી વનસ્પતીજન્ય માદક પદાર્થ સુકો ગાંજો 413 ગ્રામ તથા તેના કબજા ભોગવટાના ખેતરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ 60 નંગ વજન 11 કિલો 400 ગ્રામ તથા રોકડા મળી કુલ 1,21,150 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...