પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ:આમલેથા અને દેડીયાપાડા પોલીસની બે ગામોમાં ચાલતા જુગારધામ પર રેડ; 10 ઈસમો સામે ગુના નોંધાયા

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં જુગાર અને દારૂના ધંધા બંધ કરાવવા નર્મદા પોલીસ સક્રિય છે. છતાં ફરી આવા તત્વો ધંધા શરૂ કરતાં હોવાથી આમલેથા અને દેડીયાપાડા પોલીસે બે ગામોમાં ચાલતા જુગારધામ પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આમલેથા અને દેડીયાપાડા પોલીસે બે ગામોમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 10 ઈસમો સામે ગુના નોંધ્યા છે.

મળતી વિગતો અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે ચેકીંગ દરમિયાન નિકોલી ગામની સીમમા રાજેશ ભાઇ બાબુભાઇ પટેલના કેળના ખેતરમાં જુગાર રમી રમાડતા ઈસમોને પકડ્યા હતા. આ ઇસમોમાં 1. ઉમેશભાઇ મહેશભાઇ પટેલ રહે. નિકોલી (નવાપરા), 2. યોગેશભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે. સિસોદ્રા ટાંકા ફળીયુ 3. રોહિતભાઇ જગદિશભાઇ પટેલ રહે. નિકોલી (નવાપરા) શાંતીનગર ફળીયુ 4. યોગેશભાઇ મહેન્દ્રભાઇ પટેલ રહે. સિસોદ્રા, તથા વોન્ટેડ આરોપી 5. રંકિતભાઇ રમેશભાઇ પટેલ રહે.નાવરા તા. નાંદોદ જી. નર્મદાને અંગ ઝડતી દરમિયાન રોકડા રૂપિયા. 58 હજાર 100 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા. 8 હજાર મળી કુલ રૂ. 66 હજાર 100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રંકિતભાઇ રમેશભાઇ પટેલ રહે. નાવરા તા. નાંદોદ જી. નર્મદા નાસી જતાં આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કેસની તપાસ પીએસઆઈ એમ.આઇ.શેખ કરી રહ્યા છે.

જ્યારે દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે ઉમરાણ ગામના નિશાળ ફળીયામા રહેતા શંકરભાઇ દશરીયાભાઇ વસાવાના ઘરના આંગણામાં જુગાર રમતા પકડાયેલ ઈસમોમાં 1. શંકરભાઇ દશરીયાભાઇ વસાવા 2. ફતેસિંગભાઇ દમણીયાભાઇ વસાવા 3. રાજેન્દ્રભાઇ વાલજીભાઇ વસાવા 4. રમેશભાઇ માનસિંગભાઇ વસાવા 5. સુરેશભાઇ ગંભીરભાઇ વસાવા, તમામ રહે. ઉમરાણ તા. દેડીયાપાડા જી. નર્મદાની અંગ ઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂ. 1050/- તેમજ દાવ ઉપરથી મળી આવેલી રોકડ રકમ રૂ. 560/- કુલ રોકડા રૂ. 1610 મળી કુલ રૂ. 1610/-ના જુગારના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતાં દેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...