ભાજપમાં ભંગાણ:નર્મદાના 33 ગામ પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ અલ્પેશ પટેલ પોતાના પાટીદાર મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા

નર્મદા (રાજપીપળા)11 દિવસ પહેલા

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષનો છેડો ફાડી બીજા પક્ષમાં જોડાવાની પરંપરાઓ પણ ચાલતી હોય છે. પરંતુ જ્યારે કોઈ સમાજનો આગેવાન કે એવા એક પરિવારનો સભ્ય કે જેની પાસે 100 થી 500 મતો છે. એવા વ્યક્તિ બીજા પક્ષમાં જોડાવાથી જે પક્ષ છોડીને આવે છે. એ પક્ષને મોટો ફટકો પણ પડતો હોય છે એટલે પક્ષના આગેવાનો દ્વારા મનામણાની કામગીરી ચાલે છે.

તેવામાં તાજેતરમાં નર્મદા જિલ્લામાં આવેલા 33 ગામોના પાટીદાર સમાજના આગેવાન અને ભચરવાડા ગામના વાતની ભૂતકાળમાં જેને ભાજપમાં સક્રિય કાર્યકર અને વિશ્વ હિંદુ પરિષદમાં તાલુકા પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. એવા અલ્પેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ પ્રદેશ મંત્રી હરેશ વસાવા અને જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જયંતીભાઈ વસાવાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. જેમની સાથે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રોહિત પટેલ, નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ સહીત મોટી કોંગ્રેસ અને પાટીદાર મિત્રો હાજર રહ્યા છે. આગામી દિવસોમાં વધુ પાટીદાર કાર્યકરોને જોડાવાની અલ્પેશ પટેલે વાત કરી હતી અને પાટીદાર વિસ્તરોમાં ચૂંટણી પ્રચાર કામે લાગી ગયા હતા.

આ બાબતે કોંગ્રેસના ઉમેવાર હરેશ વસાવાએ જણાવ્યું હતું કે, અલ્પેશ પટેલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. આ પરિવારમાં આવ્યા છે તેમનો આવકાર છે. તેમને જરૂરી ચૂંટણી લક્ષી જવાબદારી પણ આપી છે. ભાઈ ભુપેન્દ્ર પટેલ અને પ્રિતેશ પટેલ, રોહિત પટેલ સાથે ટીમવર્ક બનાવી કામે લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...