ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બેઠક:નર્મદા જીલ્લામાં વિધાનસભાની બે બેઠકો માટે EVM મશીન અને VVPATની ફાળવણી કરાઇ

નર્મદા (રાજપીપળા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા સહિત કેન્દ્રીય ચૂંટણી નિરિક્ષક અને ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પદ્ધતિથી બન્ને બેઠકના વિસ્તારો માટે EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPATની ફાળવણી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં આગામી તા.01 લી ડીસેમ્બર, 2022ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022 અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ-148 અને દેડીયાપાડા-149 વિસ્તારની ચૂંટણી આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ થઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાવાની સાથે સંપન્ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નર્મદા જિલ્લા માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષ, ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજન અને પોલીસ નિરીક્ષકશ પંકજ નૈન સહિત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.

ઉક્ત બન્ને બેઠકોના ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના પ્રતિનિધિઓ, નિવાસી અધિક કલેકટર અને સ્ટાફ ડેટા બેઝ-કાયોદ અને વ્યવસ્થાના નોડલ અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલયના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ગઇકાલે બીજા તબક્કાની યોજાયેલી રેન્ડમાઇઝેશનની પધ્ધતિથી જિલ્લાના બન્ને વિધાનસભા વિસ્તાર માટે ઉપયોગમાં લેવાનાર અને અનામત તરીકે રખાનાર EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPATની ફાળવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...