• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Allegations That A Private Individual Has Forced A Bypass In The Narmada; As The Problem Was Arising, The Application Letter Was Given

કીડીમકોડી ઘાટ પર જતો માર્ગ દૂર કરવા માંગ:નર્મદામાં પરિક્રમા પથ પર ખાનગી વ્યક્તિએ દબાણ કર્યો હોવાના આક્ષેપ; મુશ્કેલી ઉભી થતી હોવાથી આવેદન પત્ર આપ્યું

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તિલકવાડાના રેંગણ ગામે નર્મદા પરિક્રમા પથ પર ખાનગી વ્યક્તિએ દબાણ કર્યો હોવાના આક્ષેપ સાથે દબાણ હટાવવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. એક રિસોર્ટ માટે જગ્યા આંતરી રસ્તો બંધ કરતા પરિક્રમીકો, અંતિમક્રિયા માટે અવરજવર, માછીમારોને ઘાટ પર જવા સહીતની પારાવાર મુશ્કેલી ઉભી થતી હોવાથી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

અવરજવરનો રસ્તો જાહેર હિતનો હોય ખુલ્લો કરવો જરૂરી
નર્મદા જિલ્લામાંથી ઉત્તરદિશામાં નર્મદા નદી વહી રહી છે અને નાંદોદના રામપુરથી તિલકવાડા કીડીમકોડી ઘાટ ફરી પરિક્રમા કરવાનો વિશેષ મહિમા છે. જ્યાં ચૈત્ર માસમાં અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવે છે. તિલકવાડાના રેંગણ ગામે આવેલા નર્મદા મૈયાનો કીડીમકોડી ઘાટ એક ખાનગી વ્યક્તિ દ્વારા રિસોર્ટ બનાવવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ કેટલાક ગ્રામજનોએ કર્યો છે. આ દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટરથી લઈને એસ.પી નર્મદા, TDO તિલકવાડા, મામલતદાર તિલકવાડા સહીત તલાટી અને સરપંચ સભ્યોને પણ લેખિત અરજી કરી દબાણ હટાવવાની માંગ કરી છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે, નર્મદાનો પટ્ટ એ કુદરતી સંપત્તિ છે અને સરકારી મિલકત છે. તો તેને કોણે વેચી કે ખાનગી માલિકીની છે, તો આ અવરજવરનો રસ્તો જાહેર હિતનો હોય ખુલ્લો કરવો જરૂરી છે.

કલેક્ટર આ માગનું સમાધાન કરે એવી લોક માગ
સ્થાનિકોનું કહેવું છે કે, પરિક્રમા પથ તો બંધ કરી દીધો છે. નર્મદામાં સ્નાન કરવા જવું હોય, માછીમારોને માછીમારી કરવા જવું હોય, ગામમાં કોઈ મૃત્યુ થયું હોય, સ્મશાન ઘાટ જવું હોય તો જવા દેવામાં આવતા નથી. માછીમારોને નાવડી પણ ઘાટ પાર બાંધવા દેવામાં આવતા નથી. તો તાત્કાલિક અસરથી આ નર્મદા પરિક્રમા ઘાટ અને નર્મદા નદીના કીડીમકોડી ઘાટ પર જતો માર્ગ દૂર કરવામાં આવે એવી માગ સ્થાનિક ગ્રામજનોની છે. જે બાબતની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હોય હવે કલેક્ટર આ માંગનું સમાધાન કરે એવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...