જમીન જેતે વ્યક્તિને ફાળવી દે તો બાંધકામ થઇ શકે:રાજપીપળામાં પાણીના નિકાલની જગ્યા કોન્ટ્રાક્ટરો પચાવી પાડતા હોવાનાં આક્ષેપ; યુવાને તંત્રને રજૂઆત કરતા દોડધામ

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા ખાતે છોટુભાઇ પુરાણી હાઇસ્કુલની સામે અને વ્રજ કોમ્પ્લેક્ષનો પાછળનો આવેલો ખાડા-ટેકરા વાળો ભાગ એ ચોમાસાની ઋતુમાં પાણીનો નિકાલ કરવા માટેના કોતરો આવેલા હતા. તે જગ્યાએ બિલ્ડરો દ્વારા ટ્રકો, જે.સી.બી મશીનથી ખાડા ટેકરાવાળી જમીન કોતરો પુરાણ કરી લેવલ કરવામાં આવેલા છે. જ્યાં બાંધકામ કરવામાં આવશે ત્યારે વરસાદી પાણીના નિકાલ નું શું, એવી ફરિયાદ જિલ્લા કલેક્ટરમાં થતા હવે મામલો માપણી પર જશે, ત્યારે કેટલી કાયદેસર કેટલી ગેરકાયદેસરની ખબર પડી જશે.

રાજપીપળા ટેકરા ફળીયામાં રહેતા મહેશ રાવજી વસાવાએ નર્મદા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી, રાજ્યપાલ, ભૂસ્તર વિભાગ, મહેસુલ વિભાગ, મંત્રાલયો, સચિવો સહિત 18 જેટલી જગ્યાએ લેખિત રજૂઆત કરીને આ જમીન અંગે તપાસ કરવાની માંગણી કરી છે. રજૂઆતમાં તેણે જણાવ્યું છે કે, રાજપીપળા વિસ્તારમાં આવેલી વ્રજ કોમ્પ્લેક્ષનાં પાછળના ભાગે જે ખરાબને- ખાડા-ટેકરાવાળી જમીન આવેલી છે. જે વર્ષોથી વડીયા, તથા આજુબાજુના વિસ્તારોનું ચોમાસાનાં પાણીનો નિકાલ કાયમી ધોરણે થતો હતો.

વર્ષોથી આ ખાડા-ટેકરાવાળો ખરાબનો જમીન માથી કાયમી ધોરણે પાણીનો નિકાલ થયા કરતો હતો. પરંતુ હાલમાં આ ખાડા- ટેકરાવાળી જગ્યા ઉપર હાઇવા ટ્રકો, અને જે.સી.બી મશીનો વગેરે અન્ય ગાડીઓ/વાહનોથી કોઇ જગ્યાએથી માટીઓ ટ્રકોમાં લઇ આવીને રોયલ્ટી વગર માટીના મોટા-મોટા ઢગલાઓ કરીને ખાડા-ટેકરાવાળી જગ્યાઓનું લેવલ કરી દીધેલું છે.

એવા આક્ષેપો પણ કર્યા છે કે, ખરાબની જમીનનો કાયદેસર કબજો જમાવો કરી પચાવી પાડેલાનું જણાય આવેલું છે. જેના કારણે ચોમાસાના પાણીનો નિકાલ થઇ શકે તેમ ન હોય, અને આ નેશનલ હાઇવે તથા આજુબાજુનાં આવેલા-નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ સંતોષચાર રસ્તાથી લઇ હરસિધ્ધી માતાના મંદિર સુધી ગળાડુબ પાણી ભરાવવાની ખુબજ શક્યતાઓ રહેલી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઇ જઇ મોટું નુકશાન થાય તેવી પુરેપુરી શક્યાતાઓ રહેલી છે. નેશનલ હાઇવે સદંતર ચોમાસાની ઋતુમાં બંધ થઇ જાય તેવી શક્યાતાઓ રહેલી છે. જન જીવન ઉપર તેની માઠી અસર થાય તેવી પુરેપુરી શક્યતાઓ છે.

આ નેશનલ હાઇવેની આજુબાજુ-આવેલી દુકાનો, મકાનોને પણ મોટું નુકશાન થાય તેવી શક્યતાઓ છે. જેથી આ મુકેશભાઇ પટેલ તથા અન્ય કોંન્ટ્રાક્ટરો તથા ઇસમોએ આ ખાડા-ટેકરાવાળી જગ્યાઓમાં કોની પરમીશનથી તથા પરવાનગી લીધેલી છે. કે કેમ, જો રાજપીપળા નગરપાલીકા કે અન્ય સરકારી કચેરીએ પરમીશન આપેલી હોય તો તે તાત્કાલીક રદ કરવી જોઇએ. જેથી ઉપરોક્ત તમામ હકીકતે રાજપીપળા વિસ્તારમાં આવેલી વ્રજ કોમ્પ્લેક્ષની પાછળ આવેલી ખરાબની ખાડા-ટેકરાવાળી જમીન જે મુળ સ્થિતીમાં હતી. તે સ્થિતીમાં પહેલાની જેમ વર્ષો વર્ષથી પાણીનો નિકાલ ન હોવાથી કોતરડામાંથી પસાર થઇ માઇકલ બ્રિજ માંથી પસાર થઇ કરજણ નદીમાં પાણીનો નિકાલ થતો હતો. તે સ્થિતિમાં કરવા પુરાણ કરેલ માટી તાત્કાલિક દુર કરાવવા તથા આ બાબતે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા મહેશભાઈ રાવજીભાઇ વસાવાએ તંત્રને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...