પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવાયો:આગામી સોમવારે દિપાવલી પર્વ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી તા. 24/10/2022 અને સોમવારના રોજ દિપાવલી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને SOUADTGA (Statue of Unity Area Development and Tourism Governance Authority) તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલે તા. 25/10/2022, મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.

સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેક્ટ ખુલ્લા રહેશે
તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટ www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારની પુછપરછ માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 (સોમવાર સિવાય સવારે 8/00 થી સાંજના 6/00 સુધી ) સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...