નીલકંઠ ધામની સરહાનીય કામગીરી:નર્મદા જિલ્લાના સ્વામિનારાયણ મંદિર દ્વારા PHC પોઇચા તેમજ PHC જેસલપુરના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે તે માટે પહેલ કરવામાં આવી છે. નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દર્દીઓને દત્તક લઇ દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના પોઇચા ખાતે આવેલ "નીલકંઠ ધામ" સ્વામિનારાયણ મંદિર દ્વારા પી.એચ.સી પોઇચા તેમજ પી.એચ.સી જેસલપુર ના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત દેશને ટીબી મુકત કરવાનાં સપનાને સાકાર કરવા માટે વર્ષોથી જિલ્લાને અવાર નવાર યેનકેન પ્રકારે મદદરૂપ થતી હોય છે. માઁ નર્મદાના પવિત્ર કિનારે બિરાજમાન ભગવાન નીલકંઠ વર્ણી "નીલકંઠ ધામ" પોઇચા સંસ્થા દ્વારા નર્મદા જિલ્લો ટીબી મુક્ત બને તે માટે પીએચસી પોઇચા અને પીએચસી જેસલપુરના તમામ ટીબીના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ આપી ટીબી રોગ સામે રક્ષણ મેળવી જલ્દીથી સાજા થાય તે હેતુથી કીટ આપવાનું નક્કી કરેલ છે. જે અન્વયે આજ રોજ નીલકંઠ ધામ, પોઇચાના સ્વામીજી સુજ્ઞપ્રિય સ્વામીજી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં પીએચસી પોઇચા ખાતે ટીબી રોગના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવેલ છે. આગામી 1 વર્ષ સુધી સતત તેઓ દ્વારા આ દર્દીઓને કીટ આપવામાં આવશે. નીલકંઠ ધામ પોઇચાના સંતો દ્વારા નર્મદા જિલ્લો અને ભારત દેશને ટીબી રોગથી મુક્ત થાય તેવા આશીર્વાદ પણ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...