સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ:ગરુડેશ્વર કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આયોજન

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ સુંદરપુરા સંચાલીત તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન મૈંકલ કન્યા આર્ટ્સ કોલેજ ગરુડેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ ગણ તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભુપેન્દ્ર ચુડાસમાં તથા માધ્યમિક અને ઉ.માં. શાળા ગરુડેશ્વરના આચાર્ય દિગ્વિજય સિંહ રાઠોડ તથા શાળા-કોલેજના સંચાલક વ્રજેશ શેઠની ઉપસ્થિતિમાં અધ્યાપક ગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્ર ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનકાળ વિશે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં સંચાલક વ્રજેશ શેઠ દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના અમૂલ્ય મૂલ્યો પોતાના જીવનમાં ઉપયોગી થાય તે અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓને સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...