• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Activa Driver Aged Dies After Being Hit By Bus Near Kevadia Railway Station, Urban Health Center At Rajpipla Tekra Paliya Stolen

નર્મદા ક્રાઈમ ન્યૂઝ:કેવડીયા રેલવે સ્ટેશન પાસે એક્ટિવા ચાલક આધેડને બસે અડફટે લેતા મોત નીપજ્યું, રાજપીપળા ટેકરા ફળિયા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ચોરી

નર્મદા (રાજપીપળા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માતની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ કેવડીયા રેલવે સ્ટેશન પાસે એસટી બસે એક્ટિવા ચાલક આધેડને અડફેટમાં લેતા તેમનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા ગામના રેલવે સ્ટેશન પાસે બપોરે રાજપીપળાથી સંતરામપુર જતી રાજપીપળા એસટી ડેપોની બસે રેલવે સ્ટેશન નજીકના વળાંકમાં એક્ટિવા લઈ આવતા પ્રેમાભાઈ ભગવાનભાઈ તડવી ઉ.વ (63) (રહે. ઓરપા ગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા)ની એક્ટિવાને અડફટે લેતા પ્રેમાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જેમાં કેવડીયા ટ્રાફિક પીએસઆઈ રાઠવા સાહેબના જણાવ્યા મુજબ મૃતક પ્રેમાભાઈ તેમના ડોકટર પાસે ચેકઅપ કરાવવા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા. તે સમયે તેમને આ અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો છે.

રાજપીપળા ટેકરા ફળિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી રૂ.60 હજાર 500 ના સામાનની ચોરી
નર્મદા જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જણાઇ છે, ત્યારે હાલમાં રાજપીપળા ટેકરા ફળિયામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી સામાનની ચોરી થતાં ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી અનુસાર મેડિકલ ઓફિસર રાનીપાલ ભોપાલસીંહ ભાટી (રહે-જુની સિવીલ હોસ્પિટલ રાજપીપળા) એ આપેલી ફરિયાદ મુજબ તેમના ફરજના સ્થળે અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચેના ભાગે આવેલા અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની ઇમરજન્સી બહાર નીકળવા માટે આવેલ જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી નાખી અંદરથી ઓક્સિજન સપ્લાયની તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો નંગ-1, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-1, યુ.પી.એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેકટીવીટી રાઉટર મળી કુલ રૂ.60 હજાર 500 ની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...