ધરપકડ:વડોદરાની જેલમાંથી 16 વર્ષથી ફરાર થયેલો આરોપી ઝડપાયો

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેડિયાપાડા હત્યાકેસમાં સજા થયા બાદ 2006થી નાસતો ફરતો હતો

રાજ્યની જેલોમાંથી ફરાર કેદીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જે ડ્રાઇવ દરમિયાન વધુમાં વધુ જેલમાંથી ફરાર કેદીઓને પકડી પકડવાની સુચના અને માર્ગદશન મુજબ જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓ જેલમાંથી ફરાર કેદીઓની તપાસમાં હતા.

દરમિયાન માહિતી મળેલ કે, ડેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં ખૂનના ગુનામાં ભીમસીંગ વસાવા રહે. ખોડાઆંબા તા.ડેડીયાપાડા જી.નર્મદાને દોષીત જાહેર કરી સજા કરવામાં આવેલ અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા માટે રાખવામાં આવ્યો હતો.આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ સુપ્રત કરવામાં આવ્યો આ કેદીએ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરયા બાદ તા.29 ડીસેમ્બર 2006ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર નહી થઈ એ ફરાર થઈ ગયો હતો. જે બાદ તપાસ કરતા આ ફરાર કેદી તાપી જીલ્લા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીનાં આધારે એલ.સી.બી.ટીમે તાપી જીલ્લા વિસ્તારમાંથી ભીમસીંગ વસાવાને ઝડપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...