ચોરીનો ભેદ ઉકેલાયો:હોટલમાં દવા છાંટવા આવેલો વડોદરાનો યુવાન ચોર નીકળ્યો

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડાના રીસોર્ટમાં 2.25 લાખ રૂા.ના સમાનની ચોરીનો ભેદ ઉકેલાયો

તિલકવાડામાં આવેલાં યુનિટી હોલી ડે રીસોર્ટમાં રોકાયેલાં વ્યકતિના રૂમમાંથી કેમેરા સહિત 2.25 લાખ રૂપિયાના કિમંતી સામાનની ચોરીના ગુનામાં પોલીસે હોટલમાં દવા છાંટવા માટે આવેલાં વડોદરાના યુવાનની ધરપકડ કરી છે.

તિલકવાડામાં આવેલ યુનિટી હોલીડે રિસોર્ટમાં ગત 4 ઓગષ્ટ 22 ના રોજ રાત્રીના સમય દરમ્યાન કોઇ ચોર રૂમમાં રોકાયેલાં વ્યકતિના મોબાઇલ ફોન, સોની તથા કેનનના બે કેમેરા લેન્સ સાથે મળી કુલ 2.25 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. ટીમના પોલીસ સ્ટાફ મારફતે ખાનગી બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપીની ઓળખ થતાં પોલીસે વડોદરાના આજવા રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતાં પંકિલ દેવીસીંગ રાઠવાને ઝડપી પાડયો હતો.

તેની પાસેથી તિલકવાડાના રીસોર્ટમાંથી ચોરાયેલ કેમેરો તથા બે લેન્સ મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે જંતુનાશક દવા છાંટવાનું કામ કરે છે અને વડોદરા ખાતેથી યુનિટી હોટલ ખાતે દવા છાંટવા માટે અગાઉ આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પછી રાત્રી દરમ્યાન તકનો લાભ લઇ મામ સામાનની ચોરી કરી હતી. આરોપી પંકિલને વધુ તપાસ માટે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં આપી દીધો છે. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...