શોધખોળ શરૂ કરી:પોઇચા નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલો સુરતનો યુવાન નદીમાં ડૂબ્યો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા સુરતનો યુવાન ડૂબ્યો - Divya Bhaskar
નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા સુરતનો યુવાન ડૂબ્યો
  • રાજપીપળા પાલિકાના લાશ્કરોએ શોધખોળ શરૂ કરી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા સુરતના યુવાન ડૂબી જતાં સ્થાનિક તંત્ર, પાલિકા ફાયરકાઈટરની ટીમ, પોલીસ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે. સુરતનાં પુણા તરફ રહેતા અને મિત્રો સાથે પોઇચા નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા 35 વર્સીય વિનોદ વરજાગ વંશ તથા અન્ય મિત્રો નીલકંઠ ધામ મંદિરે દર્શન કરતાં પહેલાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા.

જે પૈકી વિનોદ વંશ સ્નાન કરતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બૂમાબૂમ કરી પરંતુ અન્ય મિત્રો કઈ કરે એ પહેલાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ સ્થાનિકો એ રાજપીપળા પાલિકાના ફાયર વિભાગના જાણ કરતા યુવાનની શોધખોળ શરૂ કરી છે. ત્યારે હાલમાં રાજપીપળા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લાપતા યુવાનની પોલીસ શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...