• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Young Man From Dhamnacha, Who Had Left For Rajpipla And Was Working On Financial Recovery, Suddenly Went Missing; A Complaint Was Registered At Dedyapada Police Station

યુવક અચાનક ગુમ થયો:રાજપીપળા જવા નીકળેલો અને નાણાકીય રિકવરીનું કામ કરતો ધમણાચાનો યુવક એકાએક ગુમ; ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદના ધમણાચા ગામે રહેતો 38 વર્ષીય વિરાંગ પ્રવીણ પટેલ નાણાંકીય રીકવરીનું કામ કરે છે. પોતાની કામગીરીને લઈને ગત 29મીના રોજ ડેડિયાપાડા ખાતેના મહિન્દ્રા શૉ રૂમ ઉપર રિકવરી માટે ગયો હતો. જ્યાંથી રૂપિયાની રિકવરી કરી પરત રાજપીપળા જવા નીકળ્યો હતો. પરંતુ તે પોતાના ઘરે પરત ન ફરતાં પરીવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી, પરિવાર દ્વારા સગા સબંધીઓ સહિત મિત્ર મંડળમાં શોધખોળ કરી પરંતુ કોઈ જ ભાળ ન મળતાં ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મોબાઈલ નંબર ઘાંટોલી ગામથી બંધ બોલે છે
આ બાબતે ડેડીયાપાડા પીએસઆઇ એ.એસ.વસાવા એ જણાવ્યું હતું કે આ બાબતની જાણવાજોગ ફરિયાદ લીધી છે. મહેન્દ્રા શો રૂમ સહિતના વિસ્તારોમાં તેના સીસીટીવી ચેક કરતાં આ યુવાન જણાયો હતો. તેનો મોબાઈલ નંબર ઘાંટોલી ગામથી બંધ બોલે છે, તે દિશામાં તપાસ ચાલુ છે. હાલ કોઈ ભાળ મળી નથી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...