એકતાનો સંદેશ:સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એક પતંગ પર 1200 પતંગો ચગાવવાનો અનોખો પ્રયાસ; ધારાસભ્ય દર્શના દેશમુખે કાર્યક્રમ ખુલ્લો મૂક્યો

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

એકતાના પ્રતીક સમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એક પતંગ સાથે રંગબેરંગી 1200 જેટલી પતંગો એક દોરી પર ચગે અને મસ્ત પવનમાં ઉંચે આકાશને આંબે આવા એકતાના મેસેજ સાથે પલ્સ કંપની દ્વારા "ફ્લાઈ હાઈ વિથ લોન્ગ ટ્રેન ઓફ કાઈટ" કર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું હતું. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, પલ્સ કંપનીના સ્ટેટ હેડ પ્રદીપ સકસેના, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, RJ પૂજા, SOUના ડીવાયએસપી જે.એન.ઝાલા, PRO સરલ પટેલ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીમાં આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ધારાસભ્ય દર્શના દેશમુખે કાર્યક્રમને ખુલ્લો મૂક્યો
આ બાબતે ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ ભારતનો એક મોટો પર્વ છે. આ દિવસે લોકો દાન પુણ્ય અને મોજ મસ્તી કરતા હોય છે. આ એક પર્વ એવો છે કે જે આખો પરિવાર ભેગો થઈને પોતાના મકાનના ધાબા પર ભેગા થઈને પતંગ ચગાવતા હોય છે. એટલું જ નહિ અડોશ પાડોશ અને અન્ય સંબંધીઓ પણ ભેગા થતા હોય છે. ત્યારે આ દિવસને એકતાના સંદેશા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે વ્યૂ પોઈન્ટ 1 પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો. મને ગર્વ અને આનંદ છે કે પ્રધાનમંત્રી દ્વારા જે દૂરંદેશી વિઝન સ્થાનિકોને રોજગારી અને એકતાનું પ્રતીક અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાનું સ્થાપન કર્યું, એજ એકતાના આ સંદેશાને આ "ફ્લાઈ હાઈ વિથ લોન્ગ ટ્રેન ઓફ કાઈટ" નામનો આ કાર્યક્રમનું આયોજન કરી એક દોરી પર 1200 જેટલી પતંગ ચગાવી એક આકર્ષણ જમાવ્યું જે જોઈને ખુબ ખુશી થઈ. અમારી સાથે પ્રવાસીઓ પણ ખૂબ ખુશ થઈને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પલ્સ કંપનીના સ્ટેટ હેડ પ્રદીપ સકસેનાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનું પ્રતીક છે, એમ અમારી કંપનીની પ્રોડક્ટ જેમ ગગન ચુંબી સફળ રહી છે. પલ્સ પણ આજે ખુબ સફળ રહી છે. ગગન ચુંબનારી પતંગ પર અન્ય પતંગો ચગે એવા એકતાના સંદેશો આપી શકાય એ માટે આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...