શ્રદ્ધાંજલિ:નર્મદામાં બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાની કલેક્ટર કચેરી સહિત અનેક સ્થળે શોકસભા

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રાજયવ્યાપી શોક અંતર્ગત કલેકટર કચેરી અને પાલિકા કચેરી સહિતના સ્થળોએ મૌન પાળી મોરબીના દિવંગતોને શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા સેવા સદન ખાતેકલેકટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં મહેસુલી તથા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી.

નર્મદા જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ અંકિત પન્નુની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા શોકસભા યોજવામાં આવી હતી.એસપી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં પોલીસે વિભાગે મોરબીમાં ઝુલતો પુલ તુટી જવાથી મૃત્યુ પામેલાં મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

આ ઉપરાંત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ શ્રધ્ધાંજલિના કાર્યક્રમ યોજાયાં હતાં. નર્મદા જિલ્લાના તમામ સરકારી વિભાગો દ્વારા પણ પોત-પોતાના કાર્યાલયમાં દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ ઉપરાંત મોરબીમાં થયેલી હોનારતમાં ઘાયલ થયેલાં ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇને પોતાના ઘરે પરત ફરે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...