વિધાનસભા ચૂંટણી 2022:નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર બેઠકોની ચૂંટણી માટે કુલ 4 લાખ 57 હજાર 403 નોંધાયેલા મતદારો

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા-2017ની ચૂંટણીમાં જિલ્લાની સરેરાશ કુલ 79.15 ટકા મતદાનની ટકાવારી સાથે ડેડીયાપાડા બેઠક 83.63 ટકા સાથે મતદાનની ટકાવારીમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ગત-2019ની લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં જિલ્લામાં સરેરાશ 80.28 ટકા મતદાન નોંધાયું હતું. ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં 85.01ની વિક્રમજનક અને નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં 76.02ની મતદાનની ટકાવારી નોંધાઇ હતી.

18થી 19 વર્ષના કુલ 15 હજારથી વધુ નવા મતદારો
ચૂંટણી-2022ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148-નાંદોદ (અ.જ.જા) અને 149-ડેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે આગામી તા.1લી ડિસેમ્બર-2022ના રોજ જિલ્લામાં કુલ-624 મતદાન મથકોએ કુલ-4 લાખ 57 હજાર 403 મતદારો ઉક્ત બેઠકો માટે મતદાનમાં ભાગ લેશે, જેમાં 2 લાખ 30 હજાર 452 પુરૂષ અને 2 લાખ 27 હજાર 248 સ્ત્રી મતદારો, 3 ટ્રાન્સજેન્ડર મતદારો, 190 સેવા મતદારો અને 4 હજાર 84 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના નોંધાયેલા ઉક્ત મતદારોમાં 18થી 19 વર્ષની વયના કુલ-15 હજાર 796 જેટલાં નવા યુવા મતદારો સૌ પ્રથમ વખત મતદાનમાં ભાગ લેશે. જેમાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં 6 હજાર 889 યુવા મતદારો અને ડેડીયાપાડા મત વિસ્તારમાં 8 હજાર 907 યુવા મતદારોનો સમાવેશ થાય છે.

ડેડીયાપાડા બેઠક પર 2 લાખથી વધુ મતદારો મતદાનમાં ભાગ લેશે
જિલ્લાની બન્ને બેઠકોની વિધાનસભા વિસ્તાર મુજબ મતદારોની આંકડાકીય વિગતો જોઇએ તો 148-નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માટે 307 મતદાન મથક ખાતે 1 લાખ 19 હજાર 480 પુરૂષ મતદાર અને 1 લાખ 15 હજાર 574 સ્ત્રી મતદારો અને 2 ટ્રાન્સજેન્ડર મતદારો સહિત કુલ-2 લાખ 35 હજાર 56 મતદારો મતદાનમાં ભાગ લેશે. જેમાં 83 સેવા મતદારો, 2 હજાર 337 દિવ્યાંગ મતદારોનો પણ સમાવેશ થાય છે. તેવી જ રીતે 149-ડેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે 317 જેટલાં મતદાન મથકોએ યોજાનારા મતદાનમાં 1 લાખ 10 હજાર 972 પુરૂષ મતદારો અને 1 લાખ 11 હજાર 674 સ્ત્રી મતદારો અને એક ટ્રાન્સજેન્ડર મતદાર સહિત કુલ-2 લાખ 22 હજાર 674 મતદારો મતદાનમાં ભાગ લેશે. જેમાં 107 સેવા મતદારો અને 1 હજાર 747 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લામાં 4 લાખથી વધુ મતદારો નોંધાયા
નર્મદા જિલ્લામાં કુલ-4 લાખ 13 હજાર 625 જેટલાં મતદારો નોંધાયા હતાં. જેમાં નાંદોદ વિધાનસભા મત ક્ષેત્રના 2 લાખ 20 હજાર 146 મતદારો અને ડેડીયાપાડા વિધાનસભા મત ક્ષેત્રમાં 1 લાખ 97 હજાર 479 મતદારોનો સમાવેશ થતો હતો. જેમાં ઉક્ત બન્ને બેઠકો માટે 53 અને 71 મળી કુલ-124 સેવા મતદારોનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...