નર્મદામાં ચતુષ્કોણીય જંગ જામશે:નાંદોદ અને ડેડીયાપાડા બેઠકો પર કોંગ્રેસ, ભાજપ અને AAPના ઉમેદવારને મળી કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે આગામી 1 ડિસેમ્બર 22ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે નાંદોદ બેઠક પર કુલ 16 ફોર્મ ભરાયા અને ડેડીયાપાડા બેઠક પર 10 જેટલા ફોર્મ ભરાયા છે. જોકે ફોર્મ ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ ચતુષ્કોણીય જંગ બંને બેઠકો પર જામશે અને ભારે રસાકસી જોવા મળશે.

ડમી ઉમેદવારોને મળી 16 ફોર્મ ભરાયા
નર્મદા જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી માહિતી મુજબ જિલ્લાની નાંદોદ મત વિસ્તારની બેઠકની ચૂંટણી માટે BTPમાંથી મહેશ વસાવા, ભાજપમાંથી ડો.દર્શનાબેન દેશમુખ, અપક્ષ ઉમેદવાર તરીકે હર્ષદ વસાવા અને આમ આદમી પાર્ટીના ડો.પ્રફુલ વસાવા અને કોંગ્રેસમાંથી હરેશ વસાવા અને અન્ય એક અપક્ષ તરીકે એમ કુલ-6 ઉમેદવારો અને ડમી એમ મળીને 16 જેટલા ફોર્મ ભરાયા છે.

જિલ્લાના 4.23 લાખ મતદારો ભાવી મક્કી કરશે
એવી જ રીતે ડેડિયાપાડા બેઠક પર કોંગ્રેસમાંથી જેરમાબેન વસાવા, ભાજપમાંથી હિતેશ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા અને બિટીપીમાંથી બહાદુરસિંહ વસાવા આમ બંને બેઠકો પરના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી પોતાની શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી કરતા બંને બેઠકો પર ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં જિલ્લાના 4.23 લાખ મતદારો આ ફોર્મ ભરેલ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...