સખી મતદાન કેન્દ્રો શરૂ કરાશે:​​​​​​​નર્મદામાં કુલ-14 મતદાન મથક કાર્યરત કરાશે; વધુ મહિલા મતદારો સહભાગી થાય તે માટે પ્રયત્નો કરાયા

નર્મદા (રાજપીપળા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની બંને વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-14 મતદાન મથકો “સખી મતદાન મથક” તરીકે કાર્યરત કરવામાં આવશે. જિલ્લામાં વધુમાં વધુ મહિલા મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા સવિશેષ પ્રયત્નો કરાયા હતાં. બંને મતદાર વિભાગમાં કાર્યરત સખી મતદાન કેન્દ્રમાં તમામ કામગીરી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાશે.
કુલ 14 સખી મતદાન મથકો કાર્યરત થશે
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-2022 અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શશ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ તા.1લી ડિસેમ્બર, 2022 માટેની તૈયારી હાથ ધરી હતી. જેમાં મતદાનના દિવસે મુક્ત ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલાને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબરીમાં નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148-નાંદોદ અને 149-દેડીયાપાડા વિધાનસભામાં પ્રત્યેક મતદાર વિભાગમાં 7-7 મળીને કુલ 14 સખી મતદાન મથકો કાર્યરત થશે.
નાંદોદ અને દેડીયાપાડાના સખી મતદાન મથકો
નર્મદા જિલ્લાના 148- નાંદોદ (અ.જ.જા) મતદાર વિભાગના મતદાન મથકોમાં ખાસ સખી મતદાન મથક તરીકે 35 – નળીયા, 54- ગોલાતલાવડી, 141-રાજપીપલા-1, 143-રાજપીપલા-2, 144-રાજપીપલા-3, 268-વાંસલા અને 269-નાની રાવલનો સમાવેશ થાય છે. આ તમામ મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે. નર્મદા જિલ્લાના 149-દેડીયાપાડા (અ.જ.જા) મતદાર વિભાગના મતદાન મથકોમાં ખાસ સખી મતદાન મથક તરીકે 83-નવાગામ (દેડી)-1, 86-રાખસકુંડી, 94-જામ્બાર, 98-ઘનખેતર, 99-નિવાલ્દા-1, 218-સાગબારા-1, 219 સાગબારા-2 આ તમામ મતદાન મથકો સખી મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.
મહિલા મતદાતાઓ મતદાનમાં વધુ જોડાય
આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલા અધિકારીઓ કર્મચારી ઓ દ્વારા કરવામા આવશે. લોકશાહીના આ અવસરમાં નર્મદા જિલ્લાનાં વધુમાં વધુ મહિલા મતદાતાઓ મતદાનમાં જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...