નર્મદા બંધની આવકમાં સતત વધારો:24 કલાકમાં 2.13 મીટરનો વધારો નોંધાયો, જળ સપાટી 130.63 મીટરે પહોંચી

નર્મદા (રાજપીપળા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર સરોવરમાં 33,710.40 મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ

સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 2.13 મીટરનો વધારો નોંધાયો છે. નર્મદા બંધના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દ્રીરાસાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા. જેમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક હજુ પણ 1.12 લાખ ક્યુસેક થઈ છે. જેથી નર્મદા બંધની જળ સપાટી 130.63 મીટરે પહોંચી છે.

સરદાર સરોવરમાં 33,710.40 મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ
નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો થતા અને આગામી દિવસોમાં હેવી ફ્લડ આવવાની શક્યતા એ 1200 મેગા વોટની ક્ષમતા ધરાવતા RBPHના તમામ અને 250 મેગા વોટની ક્ષમતા ધરાવતા CHPH પાવર હાઉસના 3 ના ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. જે રોજની 4.30 કરોડથી વધુની વીજળી ઉત્પાદન કરી રહ્યાં છે. હાલ સરદાર સરોવરમાં 33,710.40 મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ છે.

દર બે કલાક વધતી સપાટી પર નજર કરીએ

કલાકઆવકજાવકસપાટી
09.0094,77049,455130.44
11.0097,48654,913130.48
01.001,12,23844,622130.53
03.001,12,06744,285130.59
05.0086,82044,603130.63
અન્ય સમાચારો પણ છે...