• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Rangoli Competition Was Held At Ambubhai Purani High School Of Nandod Taluka, Students Made Rangoli On The Theme Of Voter Awareness.

મતદાન જાગૃતી અભિયાન:નાંદોદ તાલુકાની અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ, વિદ્યાર્થીઓએ મતદાર જાગૃત્તિની થીમ પર રંગોળી બનાવી

નર્મદા (રાજપીપળા)3 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આગામી તા.1 લી ડીસેમ્બર,2022ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લામાં યોજાનારા મતદાન અન્વયે મતદારો વધુ પ્રમાણમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને રાહબરી હેઠળ થઇ રહેલા અનેકવિધ પ્રયાસોના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વિપ અને અવસર કેમ્પેઇન અંતર્ગત મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

આજે તા.23 મી નવેમ્બર,2022ના રોજ નર્મદા જિલ્લામાં અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓએ વિવિધ મતદાર જાગૃત્તિની થીમ ઉપર રંગોળી બનાવી મતદારોને મતદાન પ્રેરણા આપી હતી. તેમજ શાળાના આચાર્ય કે.વી.રાઠવાએ વિદ્યાર્થીઓને પણ મતદાન જાગૃત્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...