કાર્યવાહી:નર્મદા જિલ્લાના સાગબરાના નાલાકુંડ ગામેથી પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

રાજપીપળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાગબારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તાર માં ડીગ્રીના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટર નર્મદા જિલ્લાના સાગબારા અંતરિયાળ વિસ્તાર માંથી પકડાયો જે ગ્રામ્ય વિસ્તારના લોકોને સેક્સ વર્ધર્કની પણ દવાઓ આપતો હતો. અને બોટલો પણ ચઢાવતો હતો. નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આ સંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટર ને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્યની સેવાઓ ઘણા વિસ્તારમાં ઓછી હોય છે. જેના લાભ લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર દેવમોગરા ગામ પાસે નાલાકુંડ ગામ ખાતે એક બોગસ ડોક્ટર દિબાકાર બીસ્વાસ નામનો એક નોન ગુજરાતી પોતાની હાટડીઓ ખોલીને પોતે ડોક્ટર ની ડિગ્રી ધરાવતો ના હોવા છતાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય ત્યારે નર્મદા જિલ્લાના એસ.પી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ ડોક્ટરોને સાથે રાખીને સાગબારા તાલુકાના દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસ બોગસ ડોક્ટરો અને ઝડપી પાડયો છે. આ બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.તેની પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી જે ડિગ્રી હતી તે બોગસ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...