ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયાને આજે 3 મહિનાનો સમય વિતી ગયો છે. ત્યારે વિધાનસભા ચુંટણીમાં સ્ટેશનરી, ગાડીઓનુ ભાડુ, પેટ્રોલ- ડીઝલ, ઝેરોક્ષ, પ્રિન્ટિંગ પ્રેસ, ગાડીઓમાં લગાવેલ જીપીએસ સિસ્ટમ અને સી.સી.ટી.વી કેમેરા સહિતના લાખો રૂપિયાના બીલની ચૂકવણી બાકી હોવાથી નારાજગી છવાઈ છે.
રાજયમાં નવી સરકાર પણ બની, નાણાં મંત્રીએ ગુજરાતનું બજેટ પણ રજૂ કરી દીધું પરંતુ હજુ નર્મદા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે નર્મદા જિલ્લામાં સ્ટેશનરી, ગાડીઓનુ ભાડુ, પેટ્રોલ- ડીઝલ, ઝેરોક્ષ, ગાડીઓમાં લગાવેલ જીપીએસ સિસ્ટમ અને સી.સી.ટી.વી કેમેરા સહિતના લાખો રૂપિયાના બિલોની ચૂકવણી હજુ સુધી બાકી છે.
આ બીલો ચુકવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ આવી છે. છતાં પણ અધિકારીઓ બીલોની ચુકવણીમાં વિલંબ કરી રહયાં હોવાની ફરિયાદો ઉઠી છે. કમિશનના ચક્કરમાં ધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટ સુધીના કોન્ટ્રાકટરો રાજપીપળાના ધકકા ખાઇ રહયાં છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની અઘ્યક્ષતામાં આ બીલોની ચુકવણી બાબતે 2 થી 3 વાર મીટીંગો મળી ગઈ છે તો અત્યાર સુધી આ બીલ કેમ પેન્ડિંગ રખાયા છે.નર્મદા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને પૂછતાં એમણે જણાવ્યું હતું કે એ વિષય મારો નથી પણ ચૂંટણીના ડેપ્યુટી કલેક્ટરને ખ્યાલ હોય એમને પૂછો એવી વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.