• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Middle aged Man Died Due To Exposure To Cold At The Railway Station Near Machhiwad In Rajpipla; The Police Registered A Case Of Accidental Death

ઠંઠીમાં ઠુઠવાઈ જતાં આધેડનું મોત:રાજપીપળાના માછીવાડ પાસે રેલ્વે સ્ટેશન પર ઠંડીમાં ઠુઠવાઇ જતાં આધેડનું મોત; પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના માછીવાડ વિસ્તારમાં એક આધેડ વ્યક્તિનું બીમારી અને ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગે રાજપીપળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.

ઠંડીમાં ઠુઠવાઈ જતાં આધેડનું મોત
મળતી વિગતો અનુસાર કિશનભાઈ કથુડીયા ઉ.વ. 58 મૂળ રહે. પાટલામહુ, તા. સાગબારા, જી. નર્મદા બીમાર હોવાથી અને રાજપીપળા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર ​​​​​​ઠંઠીમાં ઠુંઠવાઇ જતાં તેમનું મોત થયું હતું. ઠંડીની શરૂઆત થતાં જ આવા ભિક્ષુકો ભટકતા રહે છે ને ગમે ત્યાં બેસી રહે છે અથવા સૂઈ જાય છે. ત્યારે તંત્ર કે કોઈ સામાજિક સંસ્થા, ગ્રુપ દ્વારા આવા લોકોને ઠંડીમાં રેવાની, ગરમ કપડાંની સુવિધા કરી આપે તેવી લોકમુખે ચર્ચા ફેલાવા પામી છે. જો કે પોલીસે આ સમગ્ર બાબતે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...