નર્મદા જિલ્લાના સણાદ્રા ગામે મામાના ઘરે આવેલી પરણિતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. મામાનો અકસ્માત થયો હોવાથી મૃતકના પતિ વડોદરા ખાતે ખબર લેવા માટે ગયાં હતાં તે સમયે પરણિતાએ કોઇ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કરી દીધું છે.
ઝગડીયા તાલુકાના જાંબોઈ ગામે રહેતા નિલેશ વસાવા એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તેમના પત્ની તેજલબેન સાથે તેઓ આમલેથા ગામે લગ્નમાં પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સણાદ્રા ગામે રહેતા તેના નાનીમાં બીમાર હોઇ તેઓ સણાદ્રા ગયા હતાં. પત્નીના મામા સંજય વસાવાના ઘરે રોકાયા હતા. ગત 1 માર્ચ 23 ના રોજ મામા સંજયભાઈની બાઈક સ્લીપ ખાઇ જતા માથામાં ઈજા થઈ હતી. એટલે સારવાર માટે વડોદરા લઇ જવામાં આવ્યા હતા.
વડોદરા એસ.એસ.જી માં સારવાર લઇ રહેલા મામા સસરાના ખબર માટે 2 માર્ચ 23 ના રોજ નિલેશ વસાવા વડોદરા ગયા હતા ત્યારે ઘરમાં નાનીમા અને તેજલ એકલા હતા. એ એકલતાનો લાભ લઇ કોઈ ગમ્ય કારણ સર પત્ની તેજલબેનએ મામાના ઘરે સણાદ્રા ગામે ઓઢણીનો ગાળીયો બનાવી આપઘાત કરી લીધો હતો.આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.