અજાણ્યો મૃતદેહ મળતાં ભારે ચકચાર:રાજપીપળામાં એક ખેતરમાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવ્યો; પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના સરકારી ઓવારાથી આગળ જતાં એરોડ્રામ માર્ગ ઉપર ઘણા ખેતરો આવેલા છે. જેમાં એક ખેતરમાં કોઈ પુરુષનો મૃતદેહ મળતા ટાઉન પોલીસ હાલ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.

ઘટનાસ્થળેથી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રમેશ ડાહ્યાભાઈ કાછિયાના એરોડ્રામ રોડ પર આવેલા ખેતરમાં અચાનક દુર્ગંધ આવતા તેમણે રાજપીપળા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કાર્ય હાથ ધર્યું હતું. ત્યાં ખેતરની અંદર એક 30થી 35 વર્ષીય પુરુષનો મૃતદેહ દુર્ગંધ મારતી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.

ત્યારે આ મૃતદેહ કોનો છે અને ખેતરમાં કેવી રીતે આવ્યો એ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે. હાલમાં ટાઉન પીઆઈ જે.કે.પટેલ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે છે અને એફ.એસ.એલની મદદ લેવાશે તેમ ટાઉન પીઆઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...