જાનથી મારી નાખવાની ધમકી:તિલકવાડાના ધામણઘોડા ગામે ગણપતિ વિસર્જન કરી પરત જતા શખ્સ પર છરી વડે હુમલો

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવીણભાઈ ગોવિંદભાઈ તડવી રહે.ધામણઘોડાની ફરિયાદ મુજબ તેમના ભાઇ ગણપતિ વિસર્જન કરવા માટે તેની મોટર સાયકલ લઇને ધામણઘોડા ગામેથી તિલકવાડા નદીના ઓવારે આવેલા અને ગણપતિ વિસર્જન કરી પરત ઘરે જતા હતા. તે વખતે ગામના દિનેશભાઈ નટુભાઈ તડવી તેમના ભાઇને તિલકવાડા મેઇન બજારમાં મળી જતા જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી તે ઘરે જતા ગોલાતલાવડી ગામના બસસ્ટેન્ડ પાસે તેમના ભાઇને રસ્તામાં ગાળો બોલી પટ્ટા વડે ભાઇને બરડાના ભાગે સપાટા મારી દિધા બાદ તેમના ભાઇ ધામણઘોડા ગામે ગયેલા અને થોડીવાર પછી દિનેશભાઈ તેના હાથમાં ચપ્પુ લઇને આવ્યા હતાં. ગાળો બોલી તેના હાથમાનાં ચપ્પુ વડે ભાઇને એક ઘા મારતા હથેળીના ભાગે સાધારણ ઇજા પહોંચી હતી. બીજો ઘા મારતા પેટના ભાગે સાધારણ ઘસરકો વાગી જતા લોહી નીકળવા લાગેલ તે વખતે બુમાબુમ કરતા નજીકમાંથી લોકો દોડી આવ્યા હતા. દિનેશ તેના ઘર તરફ જતા જતા કહ્યું કે, આજે તો તુ બચી ગયો છે, પરંતુ બીજી વાર લાગમાં આવીસ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી તિલકવાડા પોલીસે દિનેશ તડવી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...