સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું:રજાઓ તેમજ નર્મદા ડેમ છલકાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા; તમામ હોટલો હાઉસફુલ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા ડેમના ધસમસતા પ્રવાહને નિહાળવાનો આનંદ પ્રવાસીઓ માં ખુબ લોકપ્રિય છે. નર્મદા ડેમ 12 તારીખથી પાણી છોડવામાં આવ્યાની વતન જનતા ગુજરાત સહિત આજુબાજુના રાજ્યના પ્રવાસીઓ એ કેવડિયા એકતા નગરી તરફ દોડ મૂકી છે અને જોત જોતામાં એકદિવસના પ્રવાસીઓનો આંકડો 50 હજાર પાર કરી દીધો છે. આજે રવિવારેના દિવસે જ 60 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા. બસોમાં બેસવા અને ટિકિટ ચેકીંગ કરવામાં લાંબી કતારો જોવા મળી એવી જ રીતે જંગલ સફારીમાં પણ ભારે ભીડ જોવા મળી. પ્રવાસીઓની ભીડને જોતા SOU સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે એ માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી રોજની વ્યૂહ ગેલેરીની 7000 ટિકિટ બુક, 1000 વાળી 1000 ટિકિટ બુક, એન્ટ્રી ટિકિટો એ પણ 50 હજારનો આંકડો પર કરી દીધો એટલે નર્મદા બંધને છલકાતો જોવા, સ્ટેચ્યુ અને અન્ય પ્રોજેક્ટો જોવા પ્રવાસીઓની ભીડ આજે વધુ જોવા મળી હતી.

રાત્રી રોકાણ માટે પ્રવાસીઓ જગ્યા શોધતા જોવા મળ્યાં
ત્રણ દિવસની રજાના આ મીની વેકેશનને લઈને નર્મદા જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા એટલી વધી કે કેવડિયા જ નહિ રાજપીપલા ગરુડેશ્વર, પોઇચા સેગવા ડભોઇ સુધીની તમામ હોટલો, ટેન્ટ સીટીઓ, ગેસ્ટ હાઉસો સહિતની રાત્રી રોકાણની તમામ જગ્યાઓ હાઉસ ફૂલ થઇ ગઈ હતી. પ્રવાસીઓ રાત્રી રોકાણ માટે જગ્યાઓ શોધતા જોવા મળ્યા હતા અને કેટલાક તો વડોદરા રોકાઈને બીજે દિવસે પરત કેવડિયા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...