હોમગાર્ડે આપધાત કરી લેતા ચકચાર:કેવડિયા કોલોની ખાતે રહેતા હોમગાર્ડ જવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશભાઈ પંચોલીએ પોતાના ઘરે પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. હોમગાર્ડમાં નોકરી કરતો અને પાર્ટ ટાઈમ ઇલેક્ટ્રિસિયાનનું કામ કરતો યુવાન પરેશ ધનુભાઈ પંચોલી કોઈ કારણસર કેવડિયા બજારમાં આવેલા પોતાના ઘરના પહેલો માળ છે. ત્યાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ઘરના અને અડોસપડોસના લોકોને ખબર પડતાં લોકોની ભીડ જામી હતી. ઘટનાની જાણ થતા જ તરત જ કેવડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ ઉપરાંત હોમગાર્ડના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે પોલીસે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરનાર પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરેશભાઈ પંચોલીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળેલ નથી, પરંતુ હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. અને અકસ્માતનું કરણ શોધવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...