બંદિવાન હેર કટીંગ:રાજપીપળા જિલ્લા જેલના બંદિવાન કેદીઓ દ્વારા બનાવેલા હેર કટીંગ સલુનનું ઉદઘાટન કરાયું

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા જિલ્લા જેલના બંદિવાનો દ્વારા બનાવેલા 'હેર કટીંગ સલુન' નું ઉદઘાટન સામાજીક કાર્યકર અને પી.એલ.વી દક્ષા પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઇ.ચા.અધિક્ષક આર.બી. મકવાણા હાજર રહ્યાં હતાં. તેમજ તમામ બંદિવાનોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

મે.નાયબ કલેક્ટર (SDM)રાજપીપળા એસ.ડી.ગોકલાણી દ્વારા રાજપીપળા જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી. તો મુલાકાત દરમ્યાન ગોકલાણી દ્વારા જેલનો જનરલ રાઉન્ડ લીધો હતો. અને જેલના બંદિવાનોની રજુઆતો સાંભળી હતી. ઇ.ચા.અધિક્ષક આર.બી. મકવાણા દ્વારા અનેક કાર્યક્રમો બંદિવાનો માટે કરવામાં આવી રહ્યાં છે. આવા પોલીસ જવાન આવ્યા બાદ બંદીવાનો જેલમુક્ત થયા બાદ પોતાનું જીવન સારી રીતે કોઈ ગેરકાયદેસર પ્રવુત્તિ વિના ઈમાનદારીથી પસાર કરે તેવા સતત પ્રયાસો કરાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...