ક્રાઈમની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ:ડેડીયાપાડામાં બહેનોનું ગ્રૂપ બનાવી લોન આપવાની લાલચે લાખોની છેતરપીંડી; દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

નર્મદા (રાજપીપળા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં લોનની લાલચ આપી બહેનો સાથે છેતરપીંડી કરનાર આઠ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. બીજા બનાવમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામની સીમમાંથી રાજપીપળા પોલીસે અંગ્રીજી દારૂના જથ્થા સાથે એક નબીરાને ઝડપી પાડ્યો હતો.

લોન આપવાની લાલચે છેતરપીંડી આચરી
​​​​​​​
પ્રાપ્ત માહિતી અનુસાર સુરૈયાબાનુ સિરાજભાઇ દાણાવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અગિયાર બહેનોનું ગ્રુપ બનાવ્યું હતુ. જે બાદ દરેક બહેનોના અલગ-અલગ ખાતા ખોલાવી ખાતા ખોલવાની ફી પેટે રૂપિયા 2,000 લઇ પાસબૂક બનવી 2,000 રૂપિયાના ટ્રાન્જેક્શનની એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તમામ બહેનોને અલગ-અલગ એકાઉનન્ટ યુ.પી.આઇ.આઇ.ડી.આપી પૈસાની લેવડ-દેવડ કરવા સારૂ આસ્ક કેસ બીન નીધી લી.એપ્લીકેશન બનાવી અલગ-અલગ ગામડાઓના અગિયાર બહેનોનુ એક ગ્રુપ એવી રીતે બનાવી 86 ગ્રુપની 946 મહિલાઓના રૂપિયા 2,000 લેખે કુલ રૂપિયા 18,92,000 ગ્રુપના તમામ સભ્યોને એક માસ બાદ રૂપિયા 60,000ની લોન આપવાની લાલચ આપી હતી. આ મહિલાઓને લોન નહીં આપી પૂર્વ આયોજીત કાવતરૂ રચી Askashbeen nidhi lit.બંધ કરી છેતરપીંડી કરવાની ઘટનામાં ડેડીયાપાડા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો છે.

આરોપીઓના નામ

  1. ભરતભાઇ ગુલાબસિંગભાઇ વસાવા
  2. શિલ્પાબેન યોગેશભાઇ વસાવા
  3. સામીબેન અતુલભાઇ વસાવા
  4. રવિતાબેન દિપ્તેશભાઇ વસાવા
  5. સાફરાજ હામીદઅલી
  6. મોહમદ મુસ્તુફા મોહમદ અહમદ
  7. આરીફ
  8. અલ્પેશ​​​​​​​​​​​​​​

કરાઠા ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
​​​​​​​
રાજપીપળા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગામ કરાઠામાં રહેતા નીતીનભાઇ ભાઈલાલભાઇ પટેલ, અંબામાતા વાળુ ફળીયું, નાઓએ કરાઠા ગામની સીમમાં આવેલ પોતાના શેરડીવાળા ખેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો નંગ 84 કિ.રૂ.10,800નો મુદામાલ તથા એક કાળા કલરનો આઇફોન મોબાઇલ 1 જેની કિં.રૂ.5000 ગણી કુલ કિંમત રૂપીયા 10,5800ના મુદામાલ સાથે નીતિન પટેલને પકડી રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...