હોળી રસિયાઓની અનોખી ઉજવણી:હોળીના તહેવારની મિરેકલ હવેલીમાં ભવ્ય ઉજવણી; કૃષ્ણ-રાધા બની મહિલાઓ રમે છે લઠ્ઠમાર હોળી

નર્મદા (રાજપીપળા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા શહેરમાં શ્રીનાથજી ફળિયામાં એક NRI પરિવાર આશિત બક્ષી દ્વારા શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી બનાવી છે. વિદેશમાં રહીને પણ આ પરિવાર શ્રીકૃષ્ણ ભક્તિ, સંસ્કૃતિનું સિંચન, સાથે સેવા કાર્ય પણ નિશ્વાર્થ ભાવે કરે છે. ત્યારે હાલ હોળીના પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ મિરેકલ હવેલીમાં મહિલામંડળ દ્વારા અનોખા હોળી રસિયાની ધૂમ મચાવી રહ્યા છે. અવનવા શણગાર સજી ગોપીયો શ્રીકૃણ સાથે રાસ રમે છે. જેમ બરસાના અને વૃંદાવનમાં લઠ્ઠમાર હોળીનો ઉત્સવ ઉજવાય છે. તેમ શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીમાં ખુબ ભક્તિ ભાવ પૂર્વક હોળી રસિયા રમવામાં આવે છે.

આ બાબતે મિરેકલ હવેલીના સ્થાપક આશિત બક્ષી એ જણાવ્યું હતું કે, હાલ હોળીનો ત્યોહાર છે. રાજપીપળા નગરની મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. આમ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે.

જેમાં ખાસ કરીને કૃષ્ણ એ ગોપીઓ સાથે લાઠી મારી ગોપીઓ એ લાઠીનો બચાવ કરતા હો તે લઠ્ઠ હોળી ખુબજ પ્રખ્યાત છે. આ હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એક બીજાને રંગી, ફૂલોથી સ્વાગત કરી ઢોલ નગારા સાથે શ્રી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈ નાચગાન કરે છે. ધાણી, કોપરા, મીઠાઈ ખજુરનો પ્રસાદ વહેંચે છે.

આમ, હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ 40 દિવસ સુધી મિરેકલ હવેલીમાં જામી હતી. મિરેકલ હવેલીમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ગરીબ અને જરૂરિયાત મંદોને સહાય પણ આપવામાં આવે છે. બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન સાથે મહાભારતના પાત્ર સાથે શ્રી કૃષ્ણ લીલાઓનો લેસર શો, ભાગવત સપ્તાહ, ગરબા, સહિત અનેક ઉત્સવો અહીંયા ઉજવવામાં આવે છે. ભક્તો મોટી સંખ્યામાં મિરેકલ હવેલીમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...