શેરડીનો પાક બળીને ખાખ:નર્મદાના જિયોરપાટી ગામમાં ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી; ખેડૂતને 10 લાખનું નુકસાન

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જિયોરપાટી ગામમાં આવેલા ખેતરમાં શોર્ટ સર્કિટનાં કારણે શેરડીનો પાક બળી જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું. આ બાબતે જિયોરપાટી ગામે રહેતા મણીલાલ મોતી બારીયાએ રાજપીપળા પોલીસ મથકે જાણ કરી હતી કે જિયોરપાટી ગામની સીમમાં દિપકકુમાર ચીમનલાલ ભટ્ટની સર્વે નંબર 237, 291 તથા 606 વાળા શેરડીના ખેતરમાંથી જી.ઇ.બી.ની લાઇન પસાર થાય છે.

સર્વે નંબર 237 અને 291ની વચ્ચે આવેલા થાંભલા પાસે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટ થવાથી આગ લાગવાના કારણે તમામ સર્વે નંબરની 7 એકરમાં કરેલો શેરડીનો પાક બળી જતા અંદાજીત રૂપિયા 10 લાખનું નુકસાન થયું છે.અત્રે ઉલ્લેખનીય છે. કે આ વીજ લાઈનમાં તણખા ઝરતા શેરડીનો ઉભો પાક બળીને ખાખ થયો હતો. ખેડૂતને સૌથી મોટું નુકસાન થયું એ નુકસાનીની જવાબદારી કોની?. હાલ તો પોલીસે ખેડૂતની લેખિત ફરિયાદ લીધી છે. અને તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...